એક જ શાળાના 27 વિદ્યાર્થીઓ NMMS ની પરીક્ષામાં મેરીટ માં..
ગણપતિ ફાટસર પ્રાથમિક શાળા તાલુકો વઢવાણ. જીલ્લો સુરેન્દ્રનગર…NMMS ની પરીક્ષામાં આ વર્ષે અમારી શાળાએ સમગ્ર જિલ્લામાં અને ગુજરાતમાં ડંકો વગાડી દીધો છે રેકોર્ડ બ્રેક પરિણામ… અદ્વિતીય સફળતા …. અશક્ય ને શક્ય બનાવતું પરિણામ એક જ શાળાના એક સાથે 27 બાળકો મેરીટમાં આવીને ઇતિહાસ રચી દીધો છે. સુરેન્દ્રનગર જિલ્લાનું નામ રાજ્ય કક્ષાએ રોશન કર્યું છે મહેનત કરીએ તો સફળતા ચોક્કસ મળે છે તેનું આ ઉદાહરણ છે.
💥શાળાના 46 જેટલા મોટી સંખ્યામાં બાળકોએ પરીક્ષા આપી હતી અને તમામ વિદ્યાર્થીઓ પાસ થઈ 100 ટકા રિઝલ્ટ આવ્યું છે 46 માંથી 41 બાળકો 100 કરતાં વધારે માર્ક્સ લાવીને રેકોર્ડ કરી દીધો છે.
💥તમામ બાળકોએ અત્યારથી સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી કરી લીધી છે.
💥શાળા સમય સિવાય રોજ ત્રણ કલાક એક્સ્ટ્રા સમયમાં NMMS ક્લાસ ચાલતા હતા રવિવારની રજાઓ અને જાહેર રજાઓના દિવસે પણ ક્લાસ ચાલુ હતા દર મહિને રાત્રે વાલી મીટીંગ બોલાવી અને વાલીઓને પરિણામની જાણકારી આપવામાં આવતી હતી જેનું આ જવલંત પરિણામ મળ્યું છે.
💥આ રીઝલ્ટ જ અમારી શાળાની શૈક્ષણિક સિદ્ધિ દર્શાવે છે સતત માર્ગદર્શન કરનારા આચાર્યશ્રી ભલજીભાઈ અને સમગ્ર સ્ટાફ સ્ટાફનો ખૂબ સહકાર રહ્યો છે ટીમ ફાટસર ની મહેનત ના આ પરિણામ છે. અશક્ય ને શક્ય અમારી શાળાએ કરી બતાવ્યું છે.
💥 PSE ની પરીક્ષામાં આ વર્ષે અમારી શાળાની વિદ્યાર્થીની કુંજેરા જીયા મેરીટ માં આવી અને વઢવાણ તાલુકાનું ગૌરવ વધાર્યું છે.
💥અત્યાર સુધી અમારી શાળાના 72 થી વધુ વિદ્યાર્થીઓ મેરીટમાં આવી ચૂક્યા છે. જે અમારી શાળાની અદ્વિતીય સિદ્ધિ છે
💥આ દરેકે દરેક વિદ્યાર્થીઓને ૪૮ હજાર રૂપિયાની શિષ્યવૃત્તિ મળશે