Recent Posts

Inspire

Home-Inspire
માઈક્રોફિક્શન


૧. ફાનસના અજવાળે એણે દિકરીની પાટીમાં “ક” ઘૂંટ્યો. – જીજ્ઞેશ અધ્યારૂ

૨. ગુરુએ શિષ્યને સ્વહસ્તે વ્યાસપીઠ પર બેસાડ્યો. – હાર્દિક પંડ્યા

૩. વરસાદમાં ફૂટપાથ પર થરથરતી ગરીબીને બાળકે આપ્યો પોતાનો રેઈનકોટ. – જાહ્નવી અંતાણી

૪. વિદ્યાર્થીએ ગુરુને નિવૃત્તિ બાદ પોતાની કંપનીમાં પદવી આપી. ગુરુદક્ષિણા! – જાહ્નવી અંતાણી

૫. “તારા ગુરુ કોણ?” : દ્રોણાચાર્ય ને માટીના દ્રોણાચાર્ય તરફ આંગળી ચીંધાઈ.. – જલ્પા જૌન

૬. અભણ માએ કહ્યું, “દીકરી, મારા ગુરુ તો મારા મા-બાપ..” – મીરા જોશી

૭. કાનમાં જરીક ફૂંક શું મારી, ગુરુ થઈ ગયા.. – જલ્પા જૈન

૮. અભણ માતાપિતાને એન્જીનિયર નમ્યો.. કાં? ગુરુવંદના પ્રોજેક્ટ સફળ – સંજય ગુંદલાવકર

૯. શિક્ષકે સોટી મારી, અનુભવે લાઠી, ગુરુદક્ષિણા કોને અર્પણ? – ધર્મેશ ગાંધી

૧૦. માળામાં કબૂતર શિખવે બચ્ચાંને ઉડતા, મને યાદ આવ્યા મારા શિષ્યો.. – મીરા જોશી